સાપુતારા એ ગુજરાતની દક્ષિણમાં આવેલ રમણીય સ્થળ છે,ત્યાં અનેક પ્રવાસી સહેલગાહે આવે છે અને જીવન ની મૌજ માણે છે સૌપ્રથમ તો ત્યાં જવા માટેનો માર્ગ ખબર હોવો ખુબ જ જરુરી છે. સૌપ્રથમ તો આપણે દક્ષિણ ગુ. નુ મુખ્ય મથક સુરતથી શરૂઆત કરીએ,સુરતથી નીકળ્યા પછી કડોદરાના રસ્તા પર જવું ત્યાર પછી સીધા બારડોલી આવી જવુ બારડોલીની નદી હીડોળા ઓળગ્યા પછી એક ઓવર બ્રિજ આવ છે અહી સાપુતારા જવા માટે બે વિકલ્પ હશે ૧ મહુવા વાળા રસ્તા પરથી જવુ છે કે પછી વાકાનેર થી આમ તો બન્ને નો રુટ એક સરખો છે તેમ છતા કોઈ વધારાનું સ્થળ લઇ લેવુ હોય તો તે ઉનાઈ છે,તેના માટે વાકાનેરનો રસ્તો પંસદ કરવો પડે આ રસ્તામાં વાલોડ,બુહારી અને ડોલવણ ત્યારબાદ ઉનાઈ.ઉનાઈ નીકળ્યા પછી વાંસદાના હનુમાનબારી સર્કલથી પૂર્વ દિશામાં જવુ ત્યારબાદ વઘઇ આવશે ત્યાં એક સર્કલ દ્વારા બે રસ્તા બને છે.દક્ષિણ તરફ નો સસ્તો સાપુતારા જાય છે.